शनिवार, 27 अप्रैल 2024

સુરત બિનહરીફ


 પ્રાસંગિક



+++

સુરતમાં બિનહરીફ ચૂંટણી થઈ પરંતુ અડધા સુરતના એટલે કે નવસારી બારડોલી ના લોકો મતદાન કરશે


++++++

લોકસભા ની 2024 ની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ સર્જાયો. સુરતમાં લોકો મતદાન કરે તે પહેલા જ ભાજપના ઉમેદવાર વિજય ઘોષિત થયા. વિરોધ પક્ષો કહે છે કે સુરતમાં લોકશાહીની હત્યા થઈ છે પણ ના…સુરતના નવસારી બારડોલી ના લોકો મતદાન કરશે સુરતમાં જે હાઈ વૉલ્ટેજ ડ્રામા ભજવાયો તેમાં રાજકારણ ની વ્યુહરચના મહત્વની હતી લોકશાહીમાં જીતવું મહત્વનું છે અહીં ભાજપના ઉમેદવાર બિનહરીફ કેવી રીતે જીત્યા તેની માહિતી પણ રસપ્રદ છે. 

++++++++


લોકસભાની ચૂંટણી થાય તે પહેલા જ સુરતમાં એવો ઇતિહાસ સર્જાયો કે લોકો મતદાન કરે તે પહેલા જ સુરતમાં કમળ ખીલી ગયું! આમ છતાં નવસારી અને બારડોલી ના મતદારો મતદાન થી વંચિત નહીં રહે. આમ અડધા સુરતના લોકોએ મતદાન કરવાનું છે.

નિલેશ કુંભાણીને કોંગ્રેસમાંથી છ વર્ષ માટે શા માટે કાઢી મુકવામાં આવ્યા? 


લોકશાહીમાં ચૂંટણીનો જંગ જીતવો અતિ જરૂરી છે. આ જંગ તમે કેવી રીતે જીતો છો તે મહત્વનું નથી વિજેતા થવું મહત્વનું છે!! સુરતમાં જે હાઈ વૉલ્ટેજ ડ્રામા ભજવાયો તેમાં શું બન્યું? તેની લોકોને બહુ ઓછી જાણ છે. લોકો એટલું જ સમજે છે કે સુરતમાં કમળ ખીલી ગયું લોકોએ મત નથી આપ્યો. હતા ભાજપ જીતી ગયું ! હવે સુરતના લોકોએ મત આપવાનો નથી તેઓ સોશિયલ મીડિયામાં પ્રચાર થઈ રહ્યો છે પરંતુ એવું નથી નવસારી અને બારડોલીના મતદારોએ મતદાન કરવાનું છે સુરતની બેઠક બિનહરીફ થયા બાદ પણ આ મતદાન કરવું અત્યંત જરૂરી છે મતલબ કે અર્ધા સુરતે મતદાન કરવું પડશે સુરત જિલ્લાના બારડોલી લોકસભાના 15.24 લાખ અને નવસારી બેઠકના 14.16 લાખ મતદારો મળી કુલ 29.40 લાખ લોકો સાતમીએ મતદાન કરશે. 







સુરતમાં લોકશાહીના સૌથી મોટા હાઈવોલ્ટેજ ડ્રામા બાદ ઈતિહાસ સર્જાયો, જે ભારતીય પક્ષ માટે વિજયની કલગી સમાન છે. સુરતમાં ઉમેદવારી નોંધાવનારા અપક્ષો સહિત આઠ ઉમેદવારોએ નાટ્યાત્મક રીતે તેમનાં ફોર્મ પાછા ખેંચી લીધાં. ભાજપના ઉમેદવાર મુકેશ દલાલનો બિન-હરીફ વિજય થયો!


આ વિજય આસાન નથી. ઘણાં બધાં પરિબળો કામ કરી ગયાં છે. જાતજાતની વાતો થઈ રહી છે. જાણે કોંગ્રેસની પ્રતિભાને ધૂળધાણી કરવાનો

ભાજપનો 'માસ્ટર પ્લાન' સફળ થયો. સુરતના રાજકીય ડ્રામામાં સામ-દામ-દંડ-ભેદનો પૂરો ઉપયોગ થયો અને કોંગ્રેસના નેતાઓ - ટેકેદારોએ જ ભાજપ સાથે ભળી સુરતની બેઠક અર્પણ કરી દીધી એવી વાત છે. આ સામે કોંગ્રેસના પ્રતિનિધિ મંડળે ચૂંટણી પંચ સમક્ષ સુરતની બેઠકની ચૂંટણી સ્થગિત કરવા માગણી કરી છે. ચૂંટણી તંત્રની ભૂમિકા જ શંકાસ્પદ ગણાવી છે.


સુરતની ખૂબ ચર્ચાસ્પદ બની ગયેલી ઘટનામાં અનેક પ્રશ્નો અનુત્તર રહે છે. કોંગ્રેસના ઉમેદવારના ટેકેદારોની સહીઓ કોણે કરી? સોગંદનામામાં ખોટી સહી કરવી એ ગુનો છે. શનિવારે હાઈ કોર્ટમાં પીટીશન ફાઈલ કરવાની જાહેરાત કરનાર કોંગ્રેસ અચાનક જ મૂક પ્રેક્ષક બની ગઈ! હાઈ કોર્ટમાં અરજી કરી નહિ અને જિલ્લા કલેક્ટર સમક્ષ રજૂઆત પણ નબળી રહી.


નવાઈની વાત એ પણ છે કે અચાનક જ અપક્ષ ઉમેદવારો અને બહુજન સમાજના ઉમેદવારે પોતાનાં ફોર્મ કઈ રીતે પાછાં ખેંચી લીધાં - કોઈનું દબાણ હતું, સમજાવટ કે હૃદય પરિવર્તન? કોંગ્રેસના ઉમેદવાર નીલેશ કુંભાણી કેમ બે વખત પાછલા બારણેથી કલેક્ટર કચેરીએ ભાગ્યા હતા? કુંભાણીને કોંગ્રેસના સભ્ય પણ ન હોય એવા ટેકેદારો સાથે ફોર્મ ભરવા માટે કોણે સલાહ આપી હતી? પોતાના સગા-ભાગીદાર હોવાનો દાવો કરનાર કુંભાણી એકપણ ટેકેદારને ઉલટતપાસ માટે કેમ હાજર કરી શક્યા નહિ?


સુરતના કમળમાં અનેક ફાંટા પડેલા છે. એ દરેક ફાંટો મોટી ચર્ચાનો વિષય બની ગયો છે.


સુરત લોકસભા બેઠક બિનહરીફ થયા બાદ સુરતીઓએ મતદાન કરવાનું નથી તેવા મેસેજ સોશ્યલ મીડિયામાં વાયરલ થયા બાદ ચૂંટણી તંત્રની ઊંઘ બગડી છે. સુરત શહેરના લાખો મતદારોએ તેના મતવિસ્તાર મુજબ નવસારી અને બારડોલી બેઠકમાં મતદાન કરવાનું રહે છે. જેના કારણે ચૂંટણી તંત્ર સામે બન્ને બેઠકો માટે મતદાન કરાવવા માટે નવેસરથી અભિયાન ચલાવવાનો નવો પડકાર આવી પડ્યો છે.


આ પાછળનું કારણ સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ છે. આ બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ વિજયી બન્યા છે. સુરત લોકસભા બેઠકના ૧૮.૦૮ લાખ મતદારો આગામી ૭મીએ મતદાનથી વંચિત રહેશે. અત્રે ઉલ્લેખનિય છે કે, સુરત શહેરનું

સીમાંકન મુજબ જિલ્લાની નવ વિધાનસભાના ઉમેદવારો નવસારી અને બારડોલી બેઠકમાં આવે છે.


સુરત જિલ્લામાં બારડોલી લોકસભાના ૧૫.૨૪ લાખ અને નવસારી બેઠકના ૧૪.૧૬ લાખ મતદારો મળીને કુલ ૨૯.૪૦ લાખ લોકો ૭મીએ મતદાન કરશે. આથી જે પ્રકારે સુરતીઓએ મતદાન કરવાનું નથી તેવા વાયરલ મેસેજથી તંત્રની ઊંઘ ઉડી છે. તંત્ર સામે નવસારી અને બારડોલીના સુરતની અલગ- અલગ વિધાનસભામાં વસતા મતદારોએ મતદાન કરવાનું છે તે જાગૃત્તિ અભિયાન ચલાવવાનો પડકાર આવ્યો છે.


બારડોલીમાં લોકસભામાં સુરત જિલ્લાની કામરેજ, માંડવી, માંગરોળ, મહુવા અને બારડોલી વિધાનસભાનો સમાવેશ થાય છે. તો નવસારી લોકસભા બેઠકમાં 'સુરત જિલ્લાનીલિંબાયાત, ઉધના, મજૂરા, ચોર્યાસી વિધાનસભાનો સમાવેશ થાય છે.


સુરતની નવ વિધાનસભાના મોટી સંખ્યામાં મતદારો નવસારી અને બારડોલીમાં આવતા હોય સુરતીઓએ મતદાન કરવાનું નથી તે મેસેજથી મોટી ઉહાપોહ મચી છે. જેને લઈને ચૂંટણી તંત્ર તત્કાળ કામે લાગ્યુ છે. નવસારી, બારડોલીના સુરત વિધાનસભામાં વસતા મતદારોને ઘરે-ઘરે સ્લીપ પહોંચાડી મતદાન કરવાનું છે તે સાથે ઠેર-ઠેર મતદાન જાગૃત્તિ કાર્યક્રમો પણ તંત્ર હાથ ધરશે.


માત્ર સુરતના ઓલપાડ, સુરત પૂર્વ, સુરત પશ્ચિમ, કરંજ, કતારગામ, વરાછા, સુરત ઉત્તર બેઠકના મતદારોએ આગામી સાતમી મેએ મતદાન કરવાનું નથી. બાકી નવ વિધાનસભા બેઠકના મતદારોએ જે-તે લોકસભા બેઠક માટે મતદાન કરવાનું છે.


સુરત બેઠકના કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ઉમેદવારી ફોર્મ રદ થયા બાદ સુરત બેઠકના અપક્ષો પણ ચૂંટણીમાંથી ખસી જતાં અંતે સુરત લોકસભા બેઠક બિનહરીફ થઈ હતી. ૧૮.૦૮ લાખ સુરત મતદારોના મત છીનવવામાં જેની સૌથી મોટી ભૂમિકા રહી છે તે નિલેશ કુંભાણીની અંતે કોંગ્રેસમાંથી હકાલપટ્ટી થઈ છે. પાર્ટીએ છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યા છે.


સુરત બેઠક બિનહરીફ થયા બાદ નિલેશ કુંભાણી પર લોકોનો આક્રોશ ફૂટી નીકળ્યો છે. અનેક કોંગી કાર્યકરોએ નિલેશ કુંભાણીના ઘરે જઈ હલ્લાબોલ કર્યો હતો તો ગઈકાલે ફ્લાયઓવર પર લોકતંત્રનો હત્યારો નિલેશ કુંભાણી વોન્ટેડના બેનરો લાગ્યા હતા.


ગઈકાલે નિલેશ કુંભાણીની પત્ની મીડિયા સામે આવ્યા બાદ કુંભાણી કોંગ્રેસ પાર્ટીના આગેવાનો સાથે સંપર્કમાં હોવાનું ટાંક્યું હતું.

જો કે, આજે વિધિસર કોંગ્રેસે નિલેશ કુંભાણીની હકાલપટ્ટી કરી તેને છ વર્ષ માટે સસ્પેન્ડ કર્યો  છે. કોંગ્રેસની શિસ્ત સમિતિના સભ્ય  બાલુભાઈ પટેલના નામે સામે આવેલા પત્ર પ્રમાણે કુંભાણીને કોંગ્રેસ પક્ષમાંથી છ વર્ષ - માટે સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. પત્રમાં લખાયું છે કે, શિસ્ત સમિતિની મળેલી બેઠકમાં નિર્ણય લેવાયો છે. જે પ્રમાણે નિલેશ કુંભાણીની નિષ્કાળજી સ્પષ્ટપણે સામે આવી છે તેના કારણે આ પગલાં લેવામાં આવ્યાં છે. આ તરફ જ્યારથી નિલેશ કુંભાણીનું ચૂંટણી ફોર્મ રદ થયું હતું ત્યારથી જે તેની રાજકીય પક્ષ ભાજપા સાથે પાછલા બારણે સાંઠગાંઠ હોવાની ચર્ચાએ વેગ પકડ્યો છે. સતત સોશ્યલ મીડિયામાં નિલેશ કુંભાણી ગમે ત્યારે ભાજપામાં જોડાશે તેવી વાતો ફેલાય રહી છે. એવામાં હવે જ્યારે કોંગ્રેસે નિલેશ માટેના દ્વાર બંધ કર્યા છે ત્યારે જોવાનું રહેશે કે ભાજપામાં તેને પ્રવેશ મળે છે કે નહીં?

અહીં…. કિસને ક્યાં પાયા? કિસને ક્યાં ખોયા? એ ચર્ચા સુરતી લાલાઓ રસ પૂર્વક કરી રહ્યા છે! 

સુરેશ ભટ્ટ



गुरुवार, 28 मार्च 2024

લોકસભા ચૂંટણી ઉમેદવાર પસંદગી ની યાદી

તંત્રીલેખ

ભાજપે જુના કાપી નવા માટે લાલ જાજમ બિછવી 

+++++++++++++


સમગ્ર રાષ્ટ્ર આગામી ત્રણ મહિના માટે ચૂંટણી જવાનો છે રાજકીય નેતાઓ અને પક્ષના વચનો અને ઇરાદા ના અવનવાર પ્રકારો તેમાં પ્રજાને જોવા મળશે જાણવા મળશે


 આગામી લોકસભા ચૂંટણી માટે ભાજપાએ કુલ ૪૦૫ ઉમેદવાર ફાઇનલ કરી નાખ્યા છે. મંગળવારે છઠ્ઠી યાદી જાહેર કરવામાં આવી હતી જેમાં રાજસ્થાનથી બે ઉમેદવાર અને એક મણિપુરથી હતા. રવિવારે પાંચમી યાદીમાં ૧૧ નામ જાહેર કરવામાં આવ્યાં હતાં. ભાજપે તબક્કાવાર ૬ યાદી જાહેર કરી મહારાષ્ટ્ર, હરિયાણા, યુપી, ગુજરાત, રાજસ્થાન, દિલ્હી સહિત રાજ્યોના ઉમેદવાર ફાઇનલ કર્યા છે.


લોક્સભાની ચૂંટણી માટે ભાજપ મોવડીમંડળે ઉમેદવારોની પાંચમી યાદીમાં અનેક મોટા ફેરફાર જોવા મળ્યા છે. અનેક સ દિગ્ગજોની ટિકિટ કપાઈ છે નવા ચહેરા પર દાવ લગાવ્યાનું ચિત્ર બા છે. ત્રણ બેઠકો પર ઉમેદવારોનાં નામ જાહેર થયાં પછી ચૂંટણી ૨૦ લડવાના ઇનકાર બાદ નવા ચહેરાને તક આપવામાં આવી છે. હ ભાજપના પાંચમા લિસ્ટમાં ૩૭ સાંસદોનાં નામ ગાયબ છે. જે न મુખ્ય નેતાઓને ચૂંટણી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે તેમાં િ ફિલ્મ અભિનેત્રી કંગના રનૌત, રામાયણ સિરિયલમાં રામનું પાત્ર ભજવનાર અરુણ ગોવિલનાં નામ છે. મેનકા ગાંધીને ટિકિટ આપવામાં આવી છે, તો તેમના પુત્ર વરુણનું પત્તું કપાયું છે. હરિયાણામાં કોંગ્રેસમાં બે વેળા સાંસદ રહેલા નવીન જિંદલનો. કુરુક્ષેત્રથી અને અપક્ષ વિધાનસભ્ય અને રાજ્ય સરકારમાં પ્રધાન રણજિત ચૌટાલાને હિસારથી ટિકિટ આપવામાં આવી છે. તેઓ બે દિવસ પહેલાં જ ભાજપમાં જોડાયા હતા. તેઓ ભૂતપૂર્વ નાયબ વડા પ્રધાન ચૌધરી દેવીલાલના પુત્ર અને ઓમપ્રકાશ ચોટાલાના ભાઈ છે. ચૌધરી વીરેન્દ્ર સિંહ અને તેમના પુત્ર સાંસદ બૃજેન્દ્ર સિંહના ભાજપ છોડયા પછી પક્ષને હિસાર બેઠક પર શક્તિશાળી ઉમેદવારની આવશ્યક્તા હતી. વાયનાડમાં રાહુલ ગાંધી સામે ભાજપના પ્રદેશાધ્યક્ષ કે. સુરેન્દ્રનૂને મેદાનમાં ઉતારવાનો નિર્ણય લીધો છે. २० न

લીધો છે.


ભાજપે બિહારમાં પોતાના અનેક મુખ્ય નેતાઓ પર ફરીથી વિશ્વાસ મૂક્યો છે, જેમાં રવિશંકર પ્રસાદ, રાજીવ પ્રતાપ રૂડી, નિત્યાનંદ રાયગિરિરાજ સિંહ, આર. કે. સિંહ, રાધામોહન સિંહનો સમાવેશ થાય છે. કર્ણાટકમાં પક્ષને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન જગદીશ શેટ્ટારને ઉમેદવાર બનાવ્યા છે, જેથી લિંગાયત સમાજને ફરી એકવાર પોતાની સાથે જોડી શકાય. સાંસદ અનંત હેગડેની ટિકિટ કાપવામાં આવી છે.


ઓડિશામાં ભાજપ બધી બેઠકો પરથી ચૂંટણી લડી રહ્યો છે. સૂચિમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાન, પક્ષ ઉપાધ્યક્ષ બૈજનાથ પોડા, પક્ષના પ્રવક્તા સંબિત પાત્રાનાં નામ સામેલ છે. પશ્ચિમ બંગાળમાં હાલમાં જ પક્ષમાં પાછા ફરેલા અર્જુન સિંહને ટિકિટ આપી છે. તાજેતરમાં જ ભાજપમાં જોડાયેલા તાપસ રોયને કોલકાતા ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે. પક્ષે સંદેશખાલીની પીડિતા રેખા પાત્રાને બશીરાહતથી ઉમેદવાર બનાવ્યા છે જ્યારે કૃષ્ણાનગરની બેઠક પરથી અમૃતા રોયને ઉમેદવાર બનાવવામાં આવ્યાં છે. કોલકાતા હાઈ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ અભિજિત ગંગોપાધ્યાય તમલુકથી ભાજપના ઉમેદવાર છે.


મેરઠમાં ઉછેરેલા અને રામની ભૂમિકા ભજવનારા અરુણ ગોવિલને ભાજપે મેરઠ-હાપુડ બેઠક પર ટિકિટ આપી છે. અહીં ખાસ ઉલ્લેખ કરવો ઘટે કે ૨૨ જાન્યુઆરીએ અયોધ્યામાં અરુણ ગોવિલ પીળાં વસ્ત્રો પહેરી અયોધ્યાના રસ્તા પર નીકળ્યા ત્યારે જનતાએ તેમનું સ્વાગત પ્રભુ રામના રૂપમાં જ કર્યું હતું. મહાભારત અને રામાયણના અનેક કલાકારો સાંસદ બન્યા છે અથવા તો કોઈ અન્ય પદ પર છે. યોગાનુયોગ એ કે જે વર્ષ ભગવાન શ્રીરામના વિગ્રહની પ્રાણપ્રતિષ્ઠા થઈ એ જ વર્ષે ગોવિલનો વનવાસ પણ ખતમ થયો. પોતાની જ જન્મભૂમિથી લોક્સભામાં જવા માટે ભાજપ દ્વારા તેમને તક આપવામાં આવી રહી છે.

પશ્ચિમ ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં ગૃહરાજ્ય તરીકે* ઓળખ ધરાવતા ગુજરાતમાં છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભાજપે ક્લીન સ્વીપ કરવાં સાથે વિધાનસભા ચૂંટણીઓમાં પણ ત્રણ ચતુર્થાંશ બહુમત સાથે પ્રચંડ વિજયો મેળવેલા છે. છેલ્લા ત્રણ દાયકાથી તો લગભગ તમામ ચૂંટણીમાં ઉપરાઉપરી વ્હાઈટ વોશ થતા આવેલા કોંગ્રેસે આ વખતે ગુજરાતમાં આપ સાથે ગઠબંધન કરેલું છે. જો કે કોંગ્રેસની સૌથી મોટી મુશ્કેલી એ છે કે, રાજ્યમાં એક પછી એક કોંગ્રેસનાં નેતાઓ ભાજપનો ભગવો ધારણ કરવા લાગ્યા છે. હંમેશાંની માફક હિન્દુત્વ અને રાષ્ટ્રવાદ ચૂંટણીમાં પ્રમુખ મુદ્દા રહેવાના જ છે. તદુપરાંત મોદી અને અમિત શાહનું ગૃહરાજ્ય હોવાનાં કારણે ગુજરાતમાં અસ્મિતાનાં મુદ્દાનો લાભ પણ ભાજપને મળતો આવે છે.

પંજાબની વાત કરીએ તો

છેલ્લા પાંચ વર્ષમાં આ રાજ્યની રાજનીતિમાં જબરદસ્ત બદલાવ આવેલો છે. પહેલા અહીં કોંગ્રેસ અને અકાલી એમ બે ધ્રુવ હતાં. હવે અહીં સત્તા આપ પાસે છે. અકાલી દળે કિસાન આંદોલનનાં બહાને ભાજપ સાથે જોડાણ તોડલું છે તો કોંગ્રેસનાં સ્તંભ રહેલા કેપ્ટન અમરિંદર સિંહ હવે ભાજપમાં જતા રહેલા છે. આપ વિપક્ષી ગઠબંધનમાં છે પણ કોંગ્રેસ સાથે બેઠક વહેચણીમાં મડાગાંઠ પડી છે. કિસાન આંદોલન નવેસરથી જોરમાં આવ્યું છે. ત્યારે ભાજપ અને અકાલી ફરીથી ગઠજોડનાં પ્રયાસોમાં લાગેલા છે.

સુરેશ ભટ્ટ 

रविवार, 10 मार्च 2024

પાકિસ્તાન નહિ સુધરે

તંત્રી લેખ


પાકિસ્તાન નહિ સુધરે

+++++++

પાકિસ્તાનમાં નવી સરકાર સત્તા પર આવી અહીં સત્તા સરકારની નહીં પણ લશ્કરની ને અંતિમવાદીઓની હોય તેવું લાગે છે!


 હાલમાં 72 વર્ષીય શહબાઝ શરીફે પાકિસ્તાનના વડાપ્રધાન તરીકે શપથ લીધા. ચૂંટણીમાં ગોટાળાના આરોપો વચ્ચે ચૂંટણીના અંદાજિત એક મહિના બાદ તેમણે આર્થિક સંકટથી જજૂમી રહેલા પાકિસ્તાનની કમાન સંભાળી છે. શહબાઝ શરીફના વડાપ્રધાન બનતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા હતા. ત્યારે હવે શહબાઝ શરીફે પણ વડાપ્રધાન મોદીના શુભેચ્છા સંદેશનો રિપ્લાય આપ્યો છે.


પાકિસ્તાનના નવા વડાપ્રધાન શહબાઝ શરીફે શુભેચ્છા મળવા બદલ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો. શહબાઝ શરીફ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ છે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફના ભાઈ શહબાઝ શરીફ વર્ષ 2022 પછી બીજી વખત દેશની બાગડોર સંભાળી રહ્યા છે. તે પાકિસ્તાનના 24માં વડાપ્રધાન છે. રસપ્રદ વાત એ છે કે, શહબાઝ શરીફે પાકિસ્તાનની કમાન ત્યારે સંભાળી હતી જ્યારે તેમનો દેશ આર્થિક સંકટ સામે ઝઝૂમી રહ્યો હતો


પાકિસ્તાનની સંસદ ભંગ થતા પહેલા શહેબાઝ શરીફે એપ્રિલ 2022થી ઓગસ્ટ 2023 સુધી ગઠબંધન સરકારના વડાપ્રધાન તરીકે સેવા આપી હતી. તે PML-N અને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP)ના સંયુક્ત ઉમેદવાર હતા, જેમને 336 સભ્યોના ગૃહમાં 201 મત મળ્યા હતા, જે ગૃહના નેતા બનવા માટે જરૂરી મતોની સંખ્યા કરતા 32 વધુ છે.

 પાકિસ્તાને ભારત સાથે જેટલા યુદ્ધ કર્યા તે તમામમાં તેણે હાર નો સામનો કરવો પડ્યો છે. પાકિસ્તાનનું સૌથી પહેલું યુદ્ધ ભારત જીતી ગયું મુખ્ય વિષય કાશ્મીર હતો પરંતુ પંડિત નહેરુએ કાશ્મીરના પ્રશ્નને યુનોમાં લઈ જવાની જે ગંભીર ભૂલ કરી તેના પરિણામ આજે આપણે ભોગવી રહ્યા છીએ.

ભારતને પહેલેથી જ પાકિસ્તાન અને ચીન જેવા ખટપટીયા પાડોશી મળ્યા છે પરંતુ હવે ભારત તેને ભરી પીવા માટે સક્ષમ છે પાકિસ્તાનમાં જ્યાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ છે લોકો ભૂખે ટળોળે છે છતાં તેઓ કાશ્મીરનો  રાગ આલાપવા માંથી આપવામાંથી ઊંચા આવતા નથી.

ભારત પાકિસ્તાનના સંબંધો 1947 થી જ તનાવપૂર્ણ રહ્યા છે જેના મૂળમાં છે કાશ્મીર. પાકિસ્તાન કહે છે કે સંપૂર્ણ કાશ્મીર અમારૂ છે અને આથી જ આઝાદી પછીના આટલો વર્ષો પછી પણ પાકિસ્તાન કાશ્મીરને છોડવા માગતું નથી બીજી બાજુ પાકિસ્તાનમાં લોકોને ખાવાના સાંસા છે. ગત મહિને યોજાયેલી ચૂંટણીમાં લશ્કરની દરમિયાનગીરી સામે આવી અત્યારે આખો દેશ અરાજકતાની આગ માં હોમાઈ ચૂક્યો છે ત્યારે ભારત સાથેના તેના સંબંધો હવે પછી કયા કેવા રહેશે તે જાણવું જરૂરી છે પાકિસ્તાનના ની બાબત ના કોઈ જ સત્તાવાર નિવેદનો ભારત સરકારે કર્યા નથી. કારણ કે તે એની અંગત બાબત છે એક વસ્તુ સ્પષ્ટ છે કે ભારત  કહે છે કે પીઓકે અમારું છે. જ્યારે હકીકતમાં તે ભારતનું છે હવે જ્યારે પાકિસ્તાનમાં નવી સરકાર આવે છે જ્યારે ભારત સાથેના તેમના સંબંધો કેવા રહેવાના છે. તેનું માત્ર અનુમાન થઈ શકે.

 શેહબાઝ શરીફ વડા પ્રધાન તરીકે ચાલુ રહેવાની તૈયારીમાં છે, જો કે તેમના ભાઈ નવાઝ શરીફ મોટો પ્રભાવ ધરાવતા હોવાનું માનવામાં આવે છે. 

 રાજકીય નેતાઓ હવે નવી સરકાર માટે સત્તાની વહેંચણીના કરાર સુધી પહોંચવામાં સફળ થયા છે.  શાસક ગઠબંધનમાં પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝ (PML-N)નો સમાવેશ થશે, જેને પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) અને કેટલાક નાના જૂથો સાથે દેશની શક્તિશાળી સૈન્ય દ્વારા સમર્થિત છે.

 બે મુખ્ય પક્ષો શેહબાઝ શરીફને વડા પ્રધાન તરીકે પરત કરવા અને હત્યા કરાયેલ ભૂતપૂર્વ વડા પ્રધાન બેનઝીર ભુટ્ટોના પતિ આસિફ અલી ઝરદારીને રાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કરવા સંમત થયા હતા.

 પાકિસ્તાનમાં નવી સરકાર લશ્કરી પીઠબળ પર નિર્ભર છે. જ્યારે વડાપ્રધાન અને તેનું મંત્રી મંડળ એક કટપુટલી જેવું બની જાય છે છતાં તો ત્યાં લશ્કરની જ ચાલે છે લશ્કરની સાથે સહભાગી તેની ગુપ્તચર એજન્સી છે અને ગુંડાઓ છે ત્રાસવાદીઓ છે જે પાકિસ્તાનને ચલાવે છે

ભારત માટે મુખ્ય મુદ્દો એ છે કે નવી સરકાર સરહદ પારના આતંકવાદના મુદ્દાને ઉકેલવામાં સક્ષમ છે કે નહીં.

 "ભારતને એવો કોઈ ભ્રમ નથી કે પાકિસ્તાનની સેના ભારત પ્રત્યેની નીતિ નક્કી કરશે," તેમણે ઉમેર્યું.  "હાલની રમતની સ્થિતિમાં કોઈપણ નાગરિક સરકારની ભારતની નીતિ પર માત્ર થોડી જ વાત હશે, પરંતુ શરીફનો સ્પષ્ટપણે તેમની ત્રણ વર્ષની પીટીઆઈ સરકારમાં ઈમરાન ખાન કરતાં ભારત સુધી પહોંચવાનો ટ્રેક રેકોર્ડ વધુ સારો છે."


 ભારત પર હંમેશની જેમ વેપાર ચાલુ રાખવામાં જ પાકિસ્તાનને લાભ છે આથી તે આવ્યા પર ચાલુ રાખે તેવી શક્યતા છે


 ભારત અને પાકિસ્તાન લાંબા સમયથી કાશ્મીર અને ક્રોસ બોર્ડર અથડામણો પર મતભેદો ધરાવે છે, આ ક્ષેત્રની કાનૂની દરજ્જામાં ભારતના ફેરફારોને કારણે પાકિસ્તાને 2019 માં દ્વિપક્ષીય વેપાર સ્થગિત કર્યો હતો અને વર્તમાન રાજદ્વારી આસ્થિરતા તરફ દોરી ગયું હતું.


 "પછી ભલે ગમે તે પક્ષ જીતે કે ગઠબંધન સરકાર બનાવે, પાકિસ્તાનમાં નાગરિક-લશ્કરી સંબંધો સૈન્યની તરફેણમાં ભારે નમેલા છે. પાકિસ્તાનના ઇતિહાસમાં ક્યારેય મજબૂત નાગરિક સરકાર બની નથી અને તે સમજાવે છે કે શા માટે ભારત-પાકિસ્તાન શાંતિ પ્રક્રિયા ક્યારેય નથી થઈ.  શબ્દના સાચા અર્થમાં દૂર કરવામાં આવ્યું," 

 તેણી કહે છે કે નવાઝ શરીફના શાંતિ તરફી વલણનો અર્થ સેનાની સંમતિ વિના બહુ ઓછો છે.

 "તે શંકાસ્પદ લાગે છે કારણ કે ઈસ્લામાબાદ તરફથી કોઈપણ શાંતિ તરફી ઈશારો કાશ્મીર પરના તેના મજબૂત સ્થાનોને નકારવાથી શરૂ કરવો પડશે જે પાકિસ્તાની સૈન્યના પૂર્વાધિકારને ઝુકાવી શકે છે," 

સુરેશ ભટ્ટ





🔱🧿#अब मिलना भी हैं,बात भी करनी हैं,किसी और का होनें नही दूगां😥‼️🌹आज रात की भावनायें🌹‼️TarotReading

----------------------------------------------------------------------------------------------- रीडिंग आप सभी के लिए है। रीडिंग जेंडर स...